शिशुगीतद्वयं सावधानं श्रुण्वन्तु

१.१ :- शिशुगीतद्वयं सावधानं श्रुण्वन्तु


पुत्री मम खलु निद्राति ।

पुत्री मम खलु निद्राति  
पुत्री मम खलु निद्राति ।
सुन्दरशयने सुखमयवसने
पुत्री मम खलु निद्राति ॥ ध्रु.॥

              रे रे वायस कर्कशकण्ठ!
              मा रट मा रट कर्णकठोरम् ।
              श्रान्ता क्लान्ता पुनरनुनीता
              पुत्री मम खलु निद्राति ॥ १॥

म्याँव, म्याँव् मा कुरु घोरविरावं
चल चल रे खल चोरबिडाल !
स्निग्धा मुग्धा सेवितदुग्धा
पुत्री मम खलु निद्राति ॥ २॥

              उच्चैर्मा भष शुनक वराक
              भौ भौ मा कुरु कार्यविहीन !
              विमला कुशला सुमनोमृदुला
              पुत्री मम खलु निद्राति ॥ ३॥

रे रे मशक मा कुरु गानं 
मा स्पृश मा दश रक्तपिपासो ।
सुदती सुमुखी शोभनगात्री
पुत्री मम खलु निद्राति ॥ ४॥

YouTube Link : https://youtu.be/Y5-EUliZO2k?si=tE4bIbk_M_I0FNc8


ગુજરાતી ભાષાંતર 


દીકરી મારી ખરેખર સૂતી છે!
દીકરી મારી ખરેખર સૂતી છે!
સુંદર પથારીમાં, હળવા કપડામાં 
દીકરી મારી ખરેખર સૂતી છે!

અરે રે કઠોર અવાજવાળા કાગડા!)
કાનને અપ્રિય લાગે એવું વારંવારરટ્યા ના કર,
થાકેલી, કરમાઇ ગયેલી અને ફરીથી લાડ કરાયેલી, 
દીકરી મારી ખરેખર સૂતી છે!

હે લુચ્ચા ચોર બિલાડા! ‘મ્યાઉં મ્યાઉં‘ એવો મોટો અવાજ ના કરીશ. 
અહીંથી જતો રહે, જતો રહે,
સુંવાળી, ભોળી અને દૂધ પીધેલી, 
દીકરી મારી ખરેખર સૂતી છે!।

હે દુષ્ટ કૂતરા! મોટેથી ના ભસ;
હે કામકાજ વિનાના! ભૌ ભૌ ના કરીશ.
નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ, 
દીકરી મારી ખરેખર સૂતી છે!
 
અરે ઓ મચ્છર! ગણગણનું ગાણું ના ગાઈશ.
હે લોહીતરસ્યા તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે.
સારા દાંતવાળી, સારા મુખવાળી અને સુંદર અંગોવાળી, 
દીકરી મારી ખરેખર સૂતી છે!